June 13, 2021
અપરાધ સુરત સુરત જ

કડોદરથી કોકેઇન અને મેથા એમ્ફાટાઈનનાં જથ્થા સાથે એક નાઇઝેરીયન વ્યક્તિ ઝડપાયો…

મિડીયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. 

 એસ.ઓ.જી. સુરત ગ્રામ્ય દ્વારા ૩,૦૫,૬૨૦ નાં મુદ્દામાલ સાથે એક ઝડપાયો અને ત્રણ વોન્ટેડ.

એસ.ઓ.જી. સુરત ગ્રામ્યનાં પી.આઈ. કે.જે.ધળુક ને ઉપરી અધિકારીઓ દ્વારા મળેલ આદેશ મુજબ નાર્કોટિક્સનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે સંદર્ભે એસ.ઓ.જી. સુરત ગ્રામ્યનાં પી.આઇ. કે.જે.ધળુક દ્વારા ટિમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરાય હતી.


એસ.ઓ.જી. ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ એ.એસ.આઈ. ભુપેન્દ્રભાઈ તથા હે.કો. રાજેન્દ્રભાઇને ખાનગી રહે બાતમી મળી હતી કે કડોદરા ખાતે કૈલાશ સી.એન.જી. પંપની સામે સુરત તરફ જતા કેનલ વાળા માર્ગ પર એક અજાણ્યો ઈસમ કોકેઇન અને મેથા એમ્ફાટાઈનનાં જથ્થા સાથે જોવા મળેલ છે. એસ.ઓ.જી. ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળપર જઈ તેને ઝડપી પડાયો હતો. તેની પાસેનાં સમાનની તપાસ કરતા તેની પાસેથી ૩૪.૯ ગ્રામ કોકેઇન જેની કિંમત રૂ. ૨,૭૨,૭૨૦ અને એમ્ફાટાઈન ૩.૯ ગ્રામ જેની કિંમત રૂ. ૩૦,૯૦૦ તેમજ ૨ નંગ મોબાઈલનાં રૂ. ૨૦૦૦ થઈ કુલ રૂ. ૩,૦૫,૬૨૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ તેને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ તૈચુક્યું સન્ડે પૌલ (ઉં.વ. ૩૫, રહે. મુંબઇ, મૂળ રહે. નાઈજીરિયા) જણાવ્યું હતું. તેમજ આ જથ્થો ક્યાંથી લાવ્યો હોવાનું પૂછતાં તેણે મૂળ. નાઈજીરિયા અને હાલ મુંબઇ ખાતે રહેતા સેમ્યુઅલ પૌલ અને કેવિન પાસેથી લાવી અલથાણ ગામે એક અજાણ્યા ઇસમને આપવાનું હોવાનું જણાવ્યું હતું. જેથી પકડાયેલ આરોપી અને સેમ્યુઅલ, કેવિન અને અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

કલાકારોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલનની ખાતરી આપી પ્રોગ્રામ માટે મંજુરી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું…

Surat Live News

માંડવીનાં સાદડી ગામ ખાતે જમીન બાબતે ઝગડો થતા ઘરનાં સભ્યને જ માર મરાયો…

Surat Live News

વલસાડ નવરાત્રી આયોજકોએ નવરાત્રી આયોજન સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો…

Surat Live News

જસ્ટ વિચાર ચેરીટેબલ ટ્રસ્ટ નો રકતદાન શિબિર કાર્યક્રમ યોજાયો…

Surat Live News

સુરતીઓને સોશ્યલ મિડીયા પર ફેમસ થવાના અભરખા??? યુવક-યુવતીએ ચાલુ બાઇકે કર્યાં જોખમી સ્ટંટ…

Surat Live News

સુરતમાં રત્ન-કલાકારોના કોરોના ટેસ્ટિંગ મુદ્દે આરોગ્યમંત્રીની તાબડતોડ બેઠક બાદ નિર્ણય…

Surat Live News

Leave a Comment