June 13, 2021
ધાર્મિક

આજે દુર્લભ સંયોગ : 148 વર્ષ બાદ સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક સાથે – શાસ્ત્રી શ્રી રાહુલ ત્રિવેદી…

આજે દુર્લભ સંયોગ : 148 વર્ષ બાદ સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક સાથે આજે દુર્લભ સંયોગ : 148 વર્ષ બાદ સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક સાથે આજે દુર્લભ સંયોગ : 148 વર્ષ બાદ સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક સાથે 148 વર્ષ પૂર્વે તા.26મીમે 1873માં આ દિવ્ય ઘટના સર્જાઇ હતી : સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી તેથી સુતક કાળ માન્ય નથી : આજે વૃષભરાશિ અને મૃગશિષ નક્ષત્રમાં સૂર્યગ્રહણ : આજે અમેરિકા, યુરોપ, ઉત્તરી કેનેડા, રશિયા તથા ગ્રીનલેન્ડમાં જોવા મળશે સૂર્યગ્રહણનો નઝારો

આજે તા.10ના ગુરૂવારે સૂર્યગ્રહણ અને શનિજયંતી છે. 148 વર્ષ પછી સૂર્યગ્રહણ અને શનિજયંતી એક સાથે, પિતા પર ગ્રહણની છાયા અને પુત્ર શનિની જયંતી છે. કાલનો દિવસ ખાસ રહેનારો છે. હિન્દુ પંચાંગને અનુસાર વૈશાખ વદ અમાસની તિથિ પર સૂર્યગ્રહણ થશે.

આ તિથિ પર સૂર્ય પુત્ર શનિદેવની જયંતી પણ મનાવાશે જેના કારણે આ તિથિનું મહત્વ વધી જશે. જયાં એક તરફ પિતા સૂર્યગ્રહણની છાયામાં રહેશે તો પુત્ર શનિની જયંતિ મનાવાશે. શનિ જયંતિ પર સૂર્ય ગ્રહણ લાગશે અને આ ગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ હશે. જેમાં સૂર્ય એક ચમકદાર અંગુઠીના રૂપમાં જોવા મળશે. સૂર્યગ્રહણ અને શનિ જયંતિ એક સાથ હોવાના કારણે આ દિવસે શનિદેવ મકર રાશિમાં વકી રહેશે. આ પ્રકારનો સંયોગ 148 વર્ષો બાદ સર્જાઇ રહ્યો છે.
એની પહેલા આ યોગ 26મીએ 1873માં થયો હતો. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહી. આથી સુતકકાળ માન્ય રહેશે નહી. જયોતિષ શાસ્ત્ર અનુસાર સુતકકાલ ત્યાં માન્ય હોય છે કે જયાં ગ્રહણ જોવા મળે છે. એટલા માટે આ સૂર્યગ્રહણમાં ન તો મંદિર બંધ રહેશે કે ન તો પૂજા આરાધના. આ વર્ષનું બીજુ ગ્રહણ વૃષભ રાશિ અને મૃગશિષ નક્ષત્રમાં લાગશે.
દુર્લભ સંયોગ શનિજયંતિ પર સૂર્યગ્રહણ
આ સૂર્યગ્રહણની સૌથી ખાસ વાત એ છે કે જે દિવસે સૂર્યગ્રહણ થશે તે દિવસે જ શનિ જયંતી મનાવાશે. માન્યતાઓ અનુસાર સૂર્યદેવ અને શનિદેવ પિતા-પુત્ર છે અને બંનેની વચ્ચે વૈરભાવ રહે છે. જયારે તા.10 જૂનના પિતા સૂર્યગ્રહણની છાયામાં રહેશે. ત્યારે શનિદેવની જયંતી મનાવાશે. 148 વર્ષ બાદ શનિ જયંતી પર સૂર્યગ્રહણ થનાર છે. તે પહેલા 26મીએ 1873માં આ પ્રકારનો સંયોગ રચાયો હતો. આ તકે જાતકો પર શનિની સાડી સાતી, ઢૈય્યા કે મહાદશા ચાલી રહી છે તેમણે હનુમાન ચાલીસા પાઠ અને શનિથી સંબંધીત ચીજોનું દાન કરવું શુભફળદાયી થઇ શકે છે.
ગ્રહણનો સમય.
આમ તો ભારતમાં સૂર્યગ્રહણ જોવા મળશે નહી પરંતુ ભારતીય સમયાનુસાર સૂર્યગ્રહણનો આરંભ કાલ તા.10ના બપોરે 1:42 મિનિટથી શરૂ થઇ જશે અને સાંજે 6:41મિનિટે ગ્રહણ પૂર્ણરૂપથી સમાપ્ત થઇ જશે. ગ્રહણની કુલ અવધી પાંચ કલાકની રહેશે. ગ્રહણ દરમ્યાન કંકણ ગ્રહણ બપોરે 3:20 કલાકે, ગ્રહણનો મઘ્યકાળ બપોરે 4:12નો છે.સાલ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ અમેરીકા, યુરોપ, ઉત્તરી કેનેડા, રશિયા તથા ગ્રીનલેન્ડમાં જોવા મળશે.
ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહી. તેની પહેલા 26મેના ચંદ્ર ગ્રહણ લાગેલુ હતું. ભારતમાં આ ગ્રહણનો સુતકકાળ માન્ય રહેશે નહી. સાલનું પ્રથમ આ સૂર્યગ્રહણ વૃષભ રાશી અને મૃગશિષ નક્ષત્રમાં લાગશે. વૃષભ રાશિના જાતકો પર તેનો પ્રભાવ સૌથી વધારે રહેશે. ગ્રહણનો પ્રભાવ ઓછો કરવા માટે જપ-તપ આરાધના લાભકારી બને. ગ્રહણમાં દાન કરવું અને ગ્રહણ પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઇએ. ગ્રહણના નકારાત્મક પ્રભાવને ઓછો કરવામાં સહાયક બને છે.
શનિ જયંતી પર દાન.
148 વર્ષ પછી સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક સાથે હોવાના કારણે તેનું મહત્વ વધી ગયું છે. એવામાં કુંડળીમાં સૂર્ય અને શનિને મજબૂત કરવા માટે તેની સાથે જોડાયેલા ઉપાય જરૂર કરવા જોઇએ. શનિ જયંતી પર શનિદેવને પ્રસન્ન કરવા માટે તેલ, કાળા વસ્ત્રો, અડદ, કાળી ગાય, કાળા ફૂલ, કાળા તલ, વગેરેનું દાન કરવું જોઇએ તેમજ સૂર્ય દેવને પ્રસન્ન કરવા જળ ચઢાવવુ જોઇશે.

Related posts

વૈશાખ સુદ – ૧૪ ને મંગળવાર , તારીખ ૨૫/૦૫/૨૦૨૧ ના રોજ ભગવાન નૃસિંહ ના પ્રાગટ્ય વિશે જાણીએ…

Surat Live News

વલસાડ નવરાત્રી આયોજકોએ નવરાત્રી આયોજન સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો…

Surat Live News

સુરત, શ્રી કાન્હા જન્મોત્સવ સમિતિ દ્વારા કાન્હા જન્મોત્સવ ૨૦૨૦ સ્થગીત…

Surat Live News

દરેક માનવીનું ઉત્સાહનું પર્વ એટલે જન્માષ્ટમી…

Surat Live News

શ્રીમદ્ ભગવદ્ ગીતા મહત્વ શાસ્ત્રી શ્રી રાહુલ ત્રિવેદી ના શબ્દોમાં…

Surat Live News

સમુદ્રમંથનમાંથી નીકળ્યું હતું અમૃત એ દિવસ એટલે મોહિની એકાદશી : વિષ્ણુ ભગવાનનું પૂજન કરીને દરેક ઈચ્છા પૂર્ણ કરો….

Surat Live News

Leave a Comment