June 13, 2021
ધાર્મિક

અપરા એકાદશી પાઠ શાસ્ત્રી શ્રી રાહુલ ત્રિવેદી ના શબ્દોમાં…

અપરા એકાદશી વ્રત સાથે ભગવાન વિષ્ણુ અને લક્ષ્‍મીજીની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને સાધકને અપાર ધન સાથે સંપન્ન બનાવે છે. એટલે જ, તેને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે.

આ વ્રતનુ મહત્વ એટલુ છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે.ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવતાં એકાદશી વ્રત વિશે પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવે છે. પદ્મપુરાણ પ્રમાણે અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યોને પ્રેત યોનિમાં કષ્ટ ભોગવવા પડતો નથી.
અપરા એકાદશીને અચલા એકાદશી, ભદ્રકાળી એકાદશી અને જળક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે.આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત અને પૂજા કરવાની પરંપરા છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મય નામનો અધ્યાય છે. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને વર્ષમાં આવતી તમામ એકાદશીઓનું મહત્વ જણાવ્યું છે.
વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા અને અચલા એકાદશી કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સાથે જ શિવજીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. કાદશીએ ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
કથા: શ્રી યુધિષ્ઠિર બોલ્યા : “હે ભગવાન ! વૈશાખ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ શું છે ?તે કૃપા કરી ને કહો .” શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : હે રાજન !વૈશાખ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ ‘અપરા’ છે. કારણકે તે અપાર ધન દેનારી છે. તે પુણ્ય આપનારી અને પાપ ને નષ્ટ કરનારી છે.
જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે ,તેની આ લોક માં પ્રસિદ્ધિ થાય છે.”અપરા એકાદશી ના વ્રત ના પ્રભાવ થી બ્રહ્મહત્યા, ભુત યોની, બીજાની નિંદા આદિ ના પાપ નષ્ટ થાય છે. આ વ્રત થી પર સ્ત્રી ની સાથે ભોગ કરનાર ના પાપ નષ્ટ થાય છે. ખોટી સાક્ષી, અસત્ય ભાષણ , ખોટું વેદ નું વાંચન ,ખોટું શાસ્ત્ર બનાવવું ,ખોટા જ્યોતિષ ,ખોટા વૈધ આદિ બધા ના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે .
જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્ર થી ભાગી જાય તો તેઓ નરક માં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે .જે શિષ્ય ગુરુ પાસે થી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરક માં જાય છે, પણ જો તે અપરા એકાદશી નું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે .
જે ફળ ત્રણ પુશ્કારો માં સ્નાન કરવાથી અથવા કારતક માસ માં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડ દાન કરવાથી મળે છે ,તે ફળ અપરા એકાદશી નું વ્રત કરવાથી મળે છે .સિંહ રાશી વાલા ને બૃહસ્પતિ ના દિવસે ગોમતી માં સ્નાન કરવાથી, કુંભ માં શ્રી કેદારનાથજી ના દર્શન કરવાથી તથા બદ્રીકાશ્રમ માં સ્નાન કરવાથી જે ફળ મળે છે.
તે ફળ અપરા એકાદશી ના વ્રત ની બરાબર છે. હાથી ઘોડા ના દાન થી તથા યજ્ઞ માં સ્વર્ણ દાન થી જે ફળ મળે છે, તે ફળ અપરા એકાદશી ના વ્રતના ફળની બરાબર છે. હાલ માં જ વિયાએલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણ દાન નું ફલ પણ આ વ્રત ના ફળના બરોબર હોય છે.
અપરા એકાદશી નું વ્રત પાપ રૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્યે અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ વ્રત બધા વ્રતો માં શ્રેષ્ઠ છે. અપરા એકાદશી નો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદ ની પ્રાપ્તિ થાય છે.
આગામી તા. 5મીના અપરા એકાદશી તિથિનો પ્રારંભ 4.07 કલાકે થશે અને સમાપન તા.6ના સવારે 6.19 કલાકે થશે. અપરા એકાદશી વ્રતનું પારણું તા.7ના સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનું છે.
          હિન્દુ ધર્મ અનુસાર એકાદશી (અગિયારસ) તિથિનું વધારે મહત્વ હોય છે. દર મહિને બે અગિયારસ આવે છે. આમ વર્ષમાં 24 અગિયારસ આવે છે. ધાર્મિક માન્યતાઓને અનુસાર એકાદશી તિથિ મુખ્ય રૂપથી ભગવાન વિષ્ણુના પૂજન માટે મહત્વ પૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે એકાદશીનું વ્રત કરવાથી અને તે દિવસે વિષ્ણુ પૂજન કરવાથી સમસ્ત પાપોથી મુકિત મળે છે આગામી તા. 6ઠ્ઠીની એકાદશીનું મહત્વ સવિશેષ છે.

Related posts

વલસાડ નવરાત્રી આયોજકોએ નવરાત્રી આયોજન સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો…

Surat Live News

આજે તા: ૧૪/૦૫/૨૦૨૧ ને શુક્રવાર ને અક્ષય તૃતીયા ના રોજ ભગવાન વિષ્ણુ ના છઠા અવતાર અને બ્રાહ્મણો ના ઇષ્ટ દેવ એવા પરાક્રમી શ્રી પરશુરામ દાદા નિ જયંતી નિમિતે એમના વિશે જાણીએ શાસ્ત્રી શ્રી રાહુલ ત્રિવેદી ના શબ્દોમાં…

Surat Live News

સુરત, શ્રી કાન્હા જન્મોત્સવ સમિતિ દ્વારા કાન્હા જન્મોત્સવ ૨૦૨૦ સ્થગીત…

Surat Live News

આવતી કાલે સોમવતી અમાસ, જાણો શુભ મુહૂર્ત પૂજા વિધિ અને મહત્વ…

Surat Live News

સમુદ્રમંથનમાંથી નીકળ્યું હતું અમૃત એ દિવસ એટલે મોહિની એકાદશી : વિષ્ણુ ભગવાનનું પૂજન કરીને દરેક ઈચ્છા પૂર્ણ કરો….

Surat Live News

ચૈત્રી નવરાત્રીમાં કરો માતાની આરાધના – શાસ્ત્રી શ્રી રાહુલ ત્રિવેદી ના શબ્દોમાં…

Surat Live News

Leave a Comment