June 13, 2021
સુરત

૫-મી જૂન વિશ્વ પર્યાવન દિન વિશેષ – ગિરીશભાઈ બલદાણિયા…

વિશ્વનું કલ્યાણ થાઓ…

હવે પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિન એ માત્ર કોઈ ઉદ્યોગો એ કે સરકારી અધિકારીઓએ જ ઉજવવો એ માન્યતા સદંતર ખોટી પુરવાર થઈ છે. કેમકે માનવ વિકાસની ઝડપ વધતા અને પ્રગતિના સોપાનો સર કરવાની ઉત્કંઠાએ મઝા મૂકી છે જરૂરિયાત કરતા વધુ સંપત્તિ ભેગી કરવાની ઝંખનાએ વાતાવરણનો દાટ વાળ્યો છે. શહેરીકરણ ને પરિણામે માનવી સાંજ પડે પક્ષીના માળા કરતાંય બદતર પરિસ્થિમાં મહાકાય બિલ્ડીંગઓમાં રહેતો થયો છે ઉધોગો વધતા વાતાવરણમાં ઝેરીલો ગેસ વધ્યો ઓઝોનનું પડ પાતળું થયું.બરફ ના પહાડો કાળક્રમે પીગળી રહ્યાં છે જેથી નદીઓમાં પુર આવવા લાગ્યા અને ઉત્તરાખંડ જેવી હોનારતો એ જન્મ લઈ વિનાશ વેર્યો. જવાબદાર કોણ ? માનવ અને માનવ ની પ્રર્યાવરણના ભોગે કમાઈ લેવાની ઘેલછા જ ને? વાતાવરણ શુદ્ધ કરવા કુદરતે જંગલ આપ્યા. પરંતુ માનવીના અતિક્રમણથી ઉષ્ણતામાન વધતા દુનિયાના જંગલો માં દવ લાગ્યા અને ફરી ગરમી વધી. ઓક્સીઝન નું પ્રમાણ ઘટવા લાગ્યું. આ બધા માટે કુદરત સાથે કરેલા અમાનવીય વર્તાવ અને વૃક્ષ છેદન ની પ્રવૃત્તિ જ કારણભૂત ગણવામાં કોઈ શક ન હોવો જોઈએ. માત્ર પર્યાવરણ બગાડનાર આપણે સૌ મનુષ્યો જ છીએ ને ! હાથના કરેલા હોવી હૈયે વાગે છે. જે ઓક્સિજન વૃક્ષઓ અને વાતાવરણ ફ્રીમાં આપે છે જેનો માનવીએ કોઈ ટેક્સ ભરવો પડતો નથી એ ઓક્સિજન હવે બાટલે પુરાયો અને બ્લેકમાં વેચાયો છે. એની જવાબદારી પણ આપણે સ્વીકારવી રહી. માની લઈએ કે મહદ અંશે ઉદ્યોગિક વિકાસને પરિણામે વતાવર બદલાયું તો તેના જવાબદાર પણ માનવી જ છે. જરૂરિયાત એ વિકાસની જનક સાબિત થવાને બદલે વિકાસની લાલચે વાતાવરણ બગડ્યું કહેવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ.

ભારતની વાત કરીએ તો આપણે વન અને જમીન માં મોખરાનું સ્થાન ધરાવીએ છીએ. માનવ આબાદી માં દુનિયામાં ચીન પછી આપણો જ નંબર છે. સવાસો કરોડ ઉપરાંતની માનવ સંસાધન ધરાવતો આ દેશ જ્યારે કોરોના મહામારીમાં ઓક્સિજન માટે ફાંફા મારે અને દુનિયાના દેશો મદદે આવે ત્યારે આયોજન ના અભાવે ઢાકણીમાં પાણી લાઇ ડૂબી મરવા જેવી વાત થઈ. વૃક્ષછેદન કરી શહેરી વિસ્તાર વધાર્યો,રાજમાર્ગો બનાવી રસ્તાનો ભલે વિકાસ કર્યો પણ વૃક્ષ છેદન દ્વારા પર્યાવણ ને હાની પહોંચાડી. સરકાર વનીકરણ ના દાવા કરે, પ્રજાના ટેક્સના પૈસા વૃક્ષ ઉગાડવામાં વાપરે પણ વૃક્ષનું જતન એજ જટિલ પ્રશ્ન બને. હરખ પદુડા આપણા નેતાઓ વૃક્ષ વાવી ફોટા પડાવે પછી એ કુમળા રોપાની માવજત ના નામે મીંડું જ પ્રતિપાદિત થયું ના દાખલ છે. સવારે રોપા વવાય ને બે દિવસમાં કયાતો ઢોરનું પેટ ભરાય કે સુકાઈ જાય. શુ આમ કરવાથી વૃક્ષારોપણ સાર્થક બને? ના સરકાર કોઈ પણ હોય કાગળ પર ઘોડા દોડે જેને માટે નાગરિકે જાગૃ થવાની જરૂર છે પિતાના આંગણામાં, સોસાયટીમાં કે સરકારી જમીન પર ઘટાદાર વૃક્ષઓનું વાવેતર એ આઓને રોપને જાણે બાળકની જેમ દત્તક લાઇ ઉછેરવા પડશે સરકાર કહે વ્યક્તિદીઠ વૃક્ષ વાવીએ પણ આપણે માત્ર જાહેર પ્રોગ્રામોમાં સોગંદ માત્ર લઈએ બાકી રામે રામ.

આવો આજના 5મી જૂન વિશ્વ પ્રયાવન દિને ફરી એકવાર સંકલ્પ લઈએ હું રોપો વવીશ ને વૃક્ષ બને ત્યાં સુધી પ્રામાણિકતાથી જતન કરીશ.

સરકારે પણ ઓન લાઇન પ્રવૃત્તિ આદરી છે ડિજિટલાઈઝેશન કરી પેપર લેશ દેશ બનાવવાનો પ્રયત્ન કર્યાઓ છે. ને તેને સફળ બનાવવા મનથી નક્કી કરીયે કે કાગળ બનાવવામાં જે વૃક્ષછેદન થાય તેને અટકાવીએ અને હા અખબારોને પણ હવે સરકારે ફરજીયાત ડિજિટલ કરી નાખવા જોઈએ જેથી લાખો ટન કાગળનો વપરાશ બંધ થાય.

સરવાળે આજના દિવસને માત્ર પર્યાવરણ દિન તરીકે ન ઉજવતા જિંદગીભર તમામ ફલક પછી તે ઉદ્યોગ હોય કે વ્યક્તિગત વિકાસ હોય 365 દિવસ અને ચોવીસ કલાક પર્યાવરણ ને સુધારવાનું અને બગડતું બચવાનો સંકલ્પ લઈએ તોજ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરી કહેવાય અન્યથા માત્ર ને માત્ર દેખાડાજ કહેવાશે.

Related posts

લ્યો બોલો, ત્રણ દિવસમાં રો-રો ફેરીની હવા નીકળી ગઈ, ટેકનિકલ સમસ્યાને કારણે હજીરા-ઘોઘા રો-રો ફેરી 2-3 દિવસ બંધ રહેશે…

Surat Live News

વીડિયો વાયરલ કરનાર કોરોનાગ્રસ્ત રત્નકલાકારનું મોત થતાં, ડાયમંડ વર્કર યુનિયન આવ્યું સમર્થનમાં…

Surat Live News

કોરોના દર્દીઓની સારવાર કરતા મૃત્યૃ પામેલા હેડ નર્સના પરિજનોને 50 લાખની સહાય…

Surat Live News

આ છે કોરોના ફાઈટર પરિવાર.. એક જ પરિવારના ત્રણ સભ્યો કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સેવામાં…

Surat Live News

“પર્સનલ લોન” એપ્લિકેશન થી સાવધાન, તમારો જીવ જોખમમાં મુકાય શકે છે…

Surat Live News

નવી આશાઓ સાથે હજીરા-ઘોઘા રો-પેક્ષ નું નરેન્દ્ર મોદી ના હસ્તે ઈ-લોકાર્પણ…

Surat Live News

Leave a Comment