June 13, 2021
જીવનશૈલી સંકટના સહારે સુરત જ

ચૂંટણી દરમિયાન કામગીરી કરનાર ટીમ માંગરોલ ના શિક્ષકો (પ્રાથમિક શિક્ષક )એ પોતાનું મહેનતાણું કોવિડ કેર માટે મંત્રી ગણપતસિંહ વસાવા ને જમા કરાવી શિક્ષકો દ્વારા પ્રસંશનીય કામગીરી કરી…

મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત. 

મોહનસિંહ ખેર તેમજ ટીમ માંગરોલ ના સભ્યો એ કોવિડ કેર માટે 50000 રુપિયા આપી વિશિષ્ટ ઉદાહરણ રજુ કર્યું.

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણી માં મોહન સિંહ ખેર ના નેતૃત્વ માં ટીમ સુરત ના માંગરોલ ના પ્રાથમિક શિક્ષકો એ માસ્ટર ટ્રેનર, રિસિવીંગ, ડીસ્પેચીંગ સીલિંગ માં જે શિક્ષકો એ કામગીરી કરી હતી તેઓનું મહેનતાણું (ભથ્થું )ટીમ લીડર મોહનસિંહ ખેર દ્વારા (સ્વૈચ્છીક) કોવિડ કેર માટે આપવા વિચાર મુકતા તમામ સભ્યો એ આ વિચાર સહર્ષ સ્વીકારી દરેકે પોતાનું ભથ્થું આપી દેવા સહમત થયા હતા.


આ મહેનતાણું 50,000(પચાસ હાજર)રૂપિયા કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ને શિક્ષકો દ્વારા રૂબરૂ જઈ ઝંખવાવ ખાતે ના કાર્યાલય માં જમા કરાવેલ હતું. આમ માંગરોલ તાલુકામાં શિક્ષકો વતી ઉમદા ઉદાહરણ રજુ કરેલ હતું અને સમાજ સેવા એજ પ્રભુ સેવા ની પંક્તિ સાબિત કરી શિક્ષકો દ્વારા એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી. ગણપતસિંહ વસાવા એપણ માંગરોલ ના પ્રાથમિક શિક્ષકોનો ઉમદા પ્રયાસ ને સરાહી (પ્રશંસા )કરી આભાર વ્યક્ત કરી સમાજને પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડયું હતું મોહનસિંહ ખેર સાથે મહામંત્રી બાબુભાઇ ચૌધરી, ઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, અસ્વીનસિંહ વાંસીયા, રાજેન્દ્ર સિંહ ચૌહાણ, અજીતસિંહ પુનાડા, મનહરભાઈ પરમાર વગેરે હાજર રહી શિક્ષકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related posts

માંડવી મામલતદાર અને પ્રાંત કચેરીમાં આવશ્યક કામગીરી સિવાય પ્રવેશ નિષેધ…

Surat Live News

“આહીર સમાજ, વૈચારિક ક્રાંતિ ગ્રુપ” – ગુજરાત ના પ્લેટફોર્મ થકી સમાજને નવી રાહ મળશે – સુરત કન્વિનર મથુરભાઈ બલદાણિયા.

Surat Live News

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં “તાઉતે” વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાગ મેળવતા કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા…

Surat Live News

ખોબા જેટલા કંટવાવ ગામમાં રોજ નું રોજ કમાઈને ખાવાવાળા ગરીબ પરિવારોએ કોરોના ના કેસો માં સતત વધારો થતાં ગામમાં આઠ દિવસનું કડક લોકડાઉન કર્યું તેમજ ગરીબ પરિવારોને આઠ દિવસ ચાલે તેટલી અનાજ ની કીટ નું વિતરણ કરવામા આવ્યુ.

Surat Live News

સુરતમાં સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીના ઈશારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી. – દિનેશ કાછડીયા

Surat Live News

ધન્યવાદ સવજીભાઈ ધોળકીયા અને ધોળકીયા ફાઉન્ડેશન પરિવાર – બલદાણિયા પરિવાર સુરત…

Surat Live News

Leave a Comment