June 13, 2021
અપરાધ સુરત જ

માંગરોળ ના કોસાડી ગામેથી SOG ની ટીમ અને માંગરોળ પોલીસ ના સંયુક્ત ઓપરેશન થી 80 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું…

મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત.

ગુનામાં સંડોવાયેલો કોસાડી નો એમલ અહમદ જીભાઇ ને વોન્ટેડ જાહેર કરાયો…

સુરત ના માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી એસ.ઓ.જી અને માંગરોળ પોલીસે બાતમીને આધારે સંયુક્ત રેડ કરી 80 કિલો ગૌમાંસ ઝડપી પાડયું હતું જ્યારે આ ગુનામાં સંડોવાયેલો કોસાડી ગામનો એમલ અહમદ જીભાઇ સહિત બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.


એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ આસિફ ખાન ઝહિરખાન ને બાતમી મળી હતી કે કોસાડી ગામે 42 ગાળા ફળિયા ની પાછળ કીમ નદીના કિનારે ખુલ્લી જગ્યામાં બે ઈસમો ગાયોની કતલ કરી રહ્યા છે.

જેના આધારે એસ ઓ જી પો.સ.ઇ જે.કે. ધડુક ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પો.સ.ઇ. પી.એચ. નાયી. હે.કો.અમૃતભાઈ ધનજીભાઈ, રણછોડભાઈ કાબાભાઇ, એ એસ આઇ મહેન્દ્રભાઈ સનાભાઇ, પ્રકાશભાઈ રમણભાઈ, સહિતની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપર થી 80 કિલો ગૌમાંસ કિંમત રૂ. 8,000 મોટા છરા નંગ બે કિંમત રૂપિયા 300 નાની છરી નંગ બે કિંમત રૂપિયા 200 મળી કુલ 8650 મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો જ્યારે તપાસ કરતા આ ગુનામાં એમલ અહમદ જીભાઈ અને એક અજાણ્યો ઇસમ ની સંડોવણી બહાર આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ 1954 ની કલમ 5 ,6, 8 ,અને ગુજરાત પશુ સુધારણા 2017 ની કલમ 5, 6, અને 8, હેઠળ ગુનો નોંધવામાં આવી વઘુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

માંડવી જિ.પં. શિક્ષકો, આંગણવાડી, આશાવર્કર બહેનો કોરોના સર્વેમાં જોડાયા…

Surat Live News

માંડવી નગર અને તાલુકામાં કોરોના સંક્રમણ વધતા કોવિડ સેન્ટર હાઉસફુલ…

Surat Live News

યુવતીને ખેતરમાં લઇ જઈને પ્રેમીએ બાંધ્યા શારીરિક સબંધ અને પછી 4 મિત્રોને બોલાવી કરાવ્યું દુષ્કર્મ

Surat Live News

માંડવી સરકારી હોસ્પિટલમાં ટોરેન્ટ ગ્રુપ દ્વારા ઓક્સિજનનાં ૨૫ જમ્બો સિલિન્ડર અપાયા…

Surat Live News

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લેવાયો…

Surat Live News

માંડવીનાં સાદડી ગામ ખાતે જમીન બાબતે ઝગડો થતા ઘરનાં સભ્યને જ માર મરાયો…

Surat Live News

Leave a Comment