June 13, 2021
અપરાધ સુરત જ

માંડવીનાં વરેઠી ગામે અંગત અદાવત રાખી યુવકને માર મારતા યુવકનું મૃત્યુ…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. 

માંડવી તાલુકાનાં વરેઠી ગામે અંગત અદાવત રાખી ગામનાં જ યુવકો દ્વારા એક યુવકને માર મરાતા સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ નીપજ્યું.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાનાં વરેઠી ગામે રહેતા જેસલ ઉર્ફે વિશાલભાઈ અરવિંદભાઈ વસાવા કે જેઓ ટ્રેક્ટરનાં ડ્રાયવર તરીકે કામ કરતા હતા. ઘટનાનાં દિવસે સ્થાનિક યુવકો સંજયભાઈ કાનજીભાઈ વસાવા તથા કીર્તિભાઈ મનાભાઈ રાઠોડ દ્વારા અચાનક આવી જણાવેલ કે “તું ટ્રેક્ટરનો બો હોશિયાર ડ્રાયવર બની ગયો છે, ટ્રેક્ટર કેમ ચાલવાય તે અમે તને શીખવીયે” એમ કહી તેને માર મારવા લાગેલ. ઘટનાની જાણ સ્થાનિક રહીશોને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેઓને જોઈ બંને ઈસમો ભાગી ગયા હતા. જેસલ ઉર્ફે વિશાલને સારવાર અર્થે તડકેશ્વર શિફા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કરતા જેસલ ઉર્ફે વિશાલનાં પરિવાર જનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાય હતી.

Related posts

કડોદરથી કોકેઇન અને મેથા એમ્ફાટાઈનનાં જથ્થા સાથે એક નાઇઝેરીયન વ્યક્તિ ઝડપાયો…

Surat Live News

વાંકલ ના નિવૃત નાયબ મામલતદાર નું આજે સુરત ખાતે કોરોના થી નિધન થયું…

Surat Live News

એક સપ્તાહનાં વિરામ બાદ માંડવી નગરનાં તમામ દ્વાર ખુલ્લા મુકાયા…

Surat Live News

Govt notifies Covid-19 as disaster; announces Rs 4 lakh ex-gratia for deaths

Admin

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin

પલસાણા મામલતદાર દ્વારા વધુ એક બાયોડિઝલ પંપ સિઝ કરાયો…

Surat Live News

Leave a Comment