June 13, 2021
અપરાધ સુરત સુરત જ

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લેવાયો…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. 

પોલીસને મળેલ બાતમી અનુસાર તપાસ કરી આરોપીને ઝડપી પડાયો.

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એ.પી.બ્રહ્મભટ્ટ દ્વારા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાય હતી. જેમાં તેમને દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપી વરેલી ખાતે હોવાની બાતમી મળતા આરોપીને સ્થળ પરથી જાહેરમાં ઝડપી પડાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એ.પી.બ્રહ્મભટ્ટ દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવા તજવીજ હાથે ધરાય હતી. જેનાં સંદર્ભે ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે ધરવા ટીમ બનાવી બાતમીદારોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા. જેમાં તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બે વર્ષ પહેલા વાંકાનેડા ગામે હળપતિ વાસમાં આવેલ એક ગોડાઉનમાં વાહન માંથી દારૂ ઉતારતી વેળાએ પોલીસ રેડ દરમ્યાન ભાગી જનાર આરોપી રામેશસિંગ જોગરાજસિંગ રાજપુરોહિત (ઉં.વ.૨૫, રહે.વરેલી) વરેલી ગામે જોવા મળેલ છે. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરતા આરોપીને વરેલી ગામે સાંઈ દર્શન સોસાયટીનાં નાકેથી જાહેરમાં ઝડપી પડાયો હતો.

Related posts

માંગરોળ ના કોસાડી ગામેથી SOG ની ટીમ અને માંગરોળ પોલીસ ના સંયુક્ત ઓપરેશન થી 80 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું…

Surat Live News

રાષ્ટ્રવાદી હિંદુ સંગઠનનાં જાગૃત યુવાનો દ્વારા આપઘાત રોકવા નવી પહેલ…

Surat Live News

માંડવી અને માંગરોળ તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં વાવાઝોડાથી ઘરોને નુકશાન…

Surat Live News

કોરોનાથી કંટાળી ગયો છું, મારા પરિવારનો કોઇ વાંક નથી, ચિઠ્ઠી લખીને વરાછાના વૃધ્ધનો આપઘાત…

Surat Live News

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા બારડોલી મામલતદારને આવેદન પત્ર અપાયું…

Surat Live News

માંડવીનાં બાલાલતીર્થ ખાતે એક બાઇક ચાલક દ્વારા પોતાનું વાહન ઝાડમાં ઠોકી દેવાયું…

Surat Live News

Leave a Comment