June 13, 2021
અપરાધ સુરત સુરત જ

પલસાણા પોલીસ દ્વારા કારમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જતા બે ઇસમોને દબોચી લેવાયા…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. 

વાહન સહિત દારૂ મળી કુલ રૂ. ૨,૯૧,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધાયો.

પલસાણા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. સરવૈયા સહિત અન્ય પોલીસ કર્મીઓ મેરુભાઈ, ભરતભાઇ, દિલીપભાઈ, જીગરભાઈ અને પ્રહલાદસિંહ રાત્રીનાં સમયે પેટ્રોલિંગમાં હતા. ત્યારે પી.એસ.આઈ. ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મહિન્દ્રા લોગન કાર (નં. જી.જે.૦૫.સી.કે.૧૩૦૮) માં બે ઈસમો મહારાષ્ટ્રથી દારૂ લઈ બારડોલી પસાર કરી પલસાણા તરફ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે.

મળેલ બાતમી મુજબ પોલીસ દ્વારા પલસાણા ગામની હદમાં સ્વામિનારાયણ મંદિર પાસે વોચ ગોઠવી બાતમી મુજબનું વાહન આવતા પી.એસ.આઈ. સહિત તમામ પોલીસ કર્મીઓ દ્વારા પોતાનાં જીવની ચિંતા કર્યા વિના હાઈવે પર આવતા વાહન સામે ઘેરાવો કરી તેને ઉભી રાખી વાહનમાં સવાર બંને આરોપી શૈલેષભાઇ હિરજીભાઈ રાદડિયા (રહે. વરાછા) અને હર્ષદભાઈ નારણભાઇ વિરાણી (રહે. કામરેજ) ને દબોચી લેવાયા. ત્યારબાદ આરોપીઓ અને વાહનને પલસાણા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ વાહન ચકાસતા વાહનમાં વિવિધ જગ્યાઓએ ચોર ખાના બનાવી તેમાં દારૂની નાની મોટી ૬૦૦ નંગ થઈ રૂ. ૮૪,૦૦૦ નો દારૂ, વાહનની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ આરોપીની અંગઝડતીનાં રૂ. ૨,૫૦૦ અને એક મોબાઇલનાં રૂ. ૫,૦૦૦ થઈ કુલ રૂ. ૨,૯૧,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપી સહિત દારૂનો પુરવઠો પૂરો પાડનાર વોન્ટેડ આરોપી ભીમારાય પાટીલ (રહે. નવપુર, મહારાષ્ટ્ર) વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાય હતી.

Related posts

સુરત મહાનગર પાલિકા ના કર્મચારીઓ ની દાદાગીરી, વિડીયો વાયરલ…

Surat Live News

સુરતીઓને સોશ્યલ મિડીયા પર ફેમસ થવાના અભરખા??? યુવક-યુવતીએ ચાલુ બાઇકે કર્યાં જોખમી સ્ટંટ…

Surat Live News

માંગરોળ ના લવેટ ગામની પરણિતાને દિલ્હી ના ઇસમે ફોન દ્વારા પ્રેમજાળમાં ફસાવી ઉપાડી ગયો…

Surat Live News

સુરતથી રાજ્યભરમાં આવતી-જતી એસટી અને ખાનગી બસો 10 દિવસ માટે બંધ…

Surat Live News

આહીર સમાજ સુરત દ્વારા ફ્રી કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન…

Surat Live News

સુરતના નાયબ પોલીસ કમિશનર ભાવના પટેલ ના હસ્તે આત્મનિર્ભર મહિલા અભિયાન અંતર્ગત ‘આત્મનિર્ભર મહિલા એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું….

Surat Live News

Leave a Comment