June 13, 2021
ગુજરાત સુરત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

સરકાર આકાશમાંથી પહેલા જમીન પર ઉતરે, વાસ્તવિકતા જાણે, ખેડૂતોની વેદના અને પીડા સમજે અને ખેડૂતોને થયેલ વાસ્તવિક નુકશાની સામે યોગ્ય વળતર મળે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની લાગણી અને માંગણી છે – રાષ્ટ્રીય કિસાન કોંગ્રેસ કો-ઓડિનટ કેતન વાણિયા…

મિડીયા પ્રતિનિધિ. – ગિરીશભાઈ બલદાણિયા

 

તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને રાહત આપવા માટે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અધૂરા સર્વે સાથે પૂર્ણ જાહેરાત કરતા વધારેમાં વધારે 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે તે ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન છે વાવાઝોડાએ ખેડૂતોની 50 થી 100 વર્ષની કમાણી પર પાણી ફેરવી દીધુ છે ખેડૂતોને ત્રણ પેઢીનું નુકશાન થયું છે ખેડૂતોના ઘર તો પડી જ ગયા સાથે સાથે વાળીએ પણ મકાન પડી ગયા વ્હાલસોયા વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે ત્યારે સરકાર હાસ્યાસ્પદ જેવી 1 લાખ રૂપરડીની જાહેરાત કરી ખેડૂતોની મજાક કરી રહ્યું હોય તેવું લાગે છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તારીખ 12/01/2021 ના રોજના પરિપત્ર ક્રમાંક એલ. એ. કયુ. – 22-2018/1550/ઘ છાપરે ચડીને પોકારે છે કે આંબાની કિંમત 7 વર્ષની નાનું વૃક્ષ હોય તો 12900 થી 14300 સુધીની કિંમત અને 14 વર્ષથી મોટું વૃક્ષ હોય તો 36800 થી 40800, નાળીયેરી 4500 થી 20000, ચીકુ 13500 થી 38400, લીંબુ 2000 થી 5000, જામફળ 9000 થી 20000, દાડમ 2000 થી 4000, કેળ 1500.

રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના સંશોધનો અને સંશોધન કરતા નિષ્ણાત લોકો કૃષિ વૈજ્ઞાનિકોના તારણ અને અભિપ્રાયો મુજબ બાગાયતી ખેતીમાં વૃક્ષોના વાવેતરમાં દરેક વૃક્ષની વચ્ચે કેટલું અંતર રાખવું એ પણ બહુ સ્પષ્ટ છે જે મુજબ આંબા 7×7 મીટર થી 9×9 મીટરના અંતરે વાવી શકાય નાળિયેર 7×7, ચીકુ 8×8, લીંબૂ 6×6, જામફળ 4×5, કેળ 2×2 મીટરના અંતરે વાવેતર કરી શકાય
કૃષી યુનિવર્સિટીના નિષ્ણાત કૃષિ વૈજ્ઞાનિકોના મત મુજબ ઉપરોક્ત વાવેતર અંતરને ધ્યાનમાં રાખીએ તો એક હેકટરમાં આંબાના 156 વૃક્ષનું વાવેતર થાય છે, નાળિયેર 204 નાળિયેરી વાવી શકાય, ચીકુ એક હેકટરમાં 156 વાવી શકાય, લીંબુ 278 વાવી શકાય, જામફળ 500 વાવી શકાય, કેળ 2500 થી 4500 સુધી વાવી શકાય
ઉપરોક્ત પરિપત્ર મુજબ સરકારે નક્કી કરેલી વૃક્ષની કિંમત અને બે વૃક્ષ વચ્ચે વાવેતર વચ્ચેના અંતર મુજબ જો ગણતરી કરવામાં આવે તો પ્રતિ હેકટરની કિંમત કેટલી થાય.

એક હેકટરમાં વાવવામાં આવતા આંબા 156 × 40000(એક આંબાના ઝાડની કિંમત) = 62,40,000 રૂપિયા થાય
એક હેકટરમાં વાવવામાં આવતી નાળિયેરી 204 × 15000 (એક નાળિયેરીના ઝાડ ની સરેરાશ કિંમત) = 30,60,000
એક હેકટરમાં વાવવામાં આવતા ચીકુ 156 × 25000 (એક ચીકુના ઝાડ ની સરેરાશ કિંમત) = 39,00,000
એક હેકટરમાં વાવવામાં આવતા લીંબુ 278 × 3500 (એક લીંબુ ઝાડ ની સરેરાશ કિંમત) = 9,73,000
એક હેકટરમાં વાવવામાં આવતા જામફળ 500 × 15000 (એક નાળિયેરીના ઝાડ ની સરેરાશ કિંમત) = 7,50,0000
એક હેકટરમાં વાવવામાં આવતી કેળ 3300 × 1500 (એક કેળના ઝાડ ની સરેરાશ કિંમત) = 49,50,000
ઉપરોક્ત પરિપત્ર મુજબ સરેરાશ ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને પ્રતી હેકટર નુકશાન 40 લાખનું થયું છે તેની સામે સરકાર એક લાખની સહાય આપે અને એ પણ 2 હેકટર સુધી જ એ ન ગણ્ય છે, ક્ષુલ્લક છે, હાસ્યાસ્પદ છે ખેડૂતોની મજાક સમાન છે.

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારના ખેડૂતો/માછીમાર ભાઈઓ, નર્સરી કે માળી નું કામ કરતા લોકોને બહુ મોટું નુકસાન થયું છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની રાજ્ય સરકાર શ્રી સમક્ષ નમ્ર વિનંતી સાથે માગણી છે કે….

1) બાગાયતી પાકમાં 12/01/2021 ના પરિપત્ર મુજબ વૃક્ષની કિંમત ગણવામાં આવે તે મુજબ જ નુકશાનીની આકારણી કરવામાં આવે.
2) વળતર રકમ રેન્ડમ નહિ પણ દરેક ખેડૂતને થયેલ નુકશાનીની ટકાવારી પ્રમાણે વળતર આપવાની જાહેરાત કરવામાં આવે.
3) ખેડૂતોને થયેલ નુકશાનીનું નિષ્ણાત લોકો દ્વારા પ્રોપર સર્વે કરવામાં આવે અત્યારે જે સર્વે ચાલે છે તે ઉપરછલું સર્વે છે જેમાં કોઈ ખેડૂતો પાસે ફોર્મ ભરાવવામાં આવતું નથી માત્ર નોંધણી કરવામાં આવે છે જો પ્રોપર સર્વે થાય તો અસરગ્રસ્ત દરેક તાલુકામાં ઓછામાં ઓછો 50 હજાર કરોડનું નુકશાન સામે આવશે એમાં કોઈ શંકા નથી.
4)બાગાયતી પાકોના વાવેતર માટે ખેડૂતોએ જે લોન લીધી હોય એ તમામ પ્રકારની લોન માફ કરવામાં આવે સાથે સાથે નવા વાવેતર માટે ફરીથી સબસીડી સાથે લોન આપવામાં આવે.
5) ખેડૂતોના ખેત ઓઝાર, સૂક્ષ્મ સિંચાઈ, પાણીની પાઇપ લાઇન, બોર કે કૂવો માટે લીધેલી તમામ લોન માફ કરવામાં આવે નવા ઓઝારો લેવા માટે સબસીડી સાથે લોન આપવામાં આવે.
6) માછીમાર ભાઈઓની હોળી, બોટ નાશ પામી છે તેમણે લીધેલી લોન માફ કરવામાં આવે સાથે સાથે નવી બોટ બનાવવા માટે સબસીડી સાથે નવી લોન આપવામાં આવે.
7) ખેડૂતો/માછીમાર ભાઈઓને રાહત દરે ડીઝલ આપવાની વ્યવસ્થા કરવામાં આવે.
8) ખેડૂતોને 5 વર્ષ માટે વિજબીલ ભરવામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે.
9) માછીમાર ભાઈઓને જાળ, ફિલ્ડમાં થયેલ નુકશાન બદલ વળતર આપવામાં આવે.
10) ફૂલોની ખેતી કરતા માળી અને નર્સરીનું કામ કરતા ખેડૂતોને SDRF/NDRF ની જોગવાઈઓ લાગુ કરવામાં આવે.
11) ખેડૂતોની વાળીએ રહેણાંક ઘર, ઢાળીયું, ગોડાઉનમાં થયેલ નુકશાન વળતર માટે SDRF/NDRF ની જોગવાઈઓ લાગુ કરવામાં આવે.
12) દરેક ગામમાં ગ્રામજનોને રહેણાંક ઘર માટે મફત કે રાહતદરે નળીયા આપવામાં આવે.
13) અત્યારે કોઈપણ ગામમાં વીજળી ઉપલબ્ધ નથી તે તાત્કાલિક વીજળી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે.
14) જ્યારે વીજળી જ ન હોય તો કોમ્પ્યુટર ન ચાલે તે સમજી શકાય તેવી બાબત છે જો કોમ્પ્યુટર ન ચાલે તો ખાતર લેવા માટે થંબિંગ કરવું શક્ય જ નથી અત્યારે થંબિંગ વગર ખેડૂતોને ખાતર આપવામાં આવતું નથી ત્યારે ખેડૂતોને આ થંબિંગ પ્રથામાંથી મુક્તિ આપવામાં આવે.
15) જે ખેડૂતો મૌખિક કરાર આધારિત ખેતી કરે છે તેવા ખેડૂતોમાં વળતર કોને મળશે જમીન માલિકને કે કરાર આધારિત ખેતી કરતા ખેડૂતને તેની સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેની સ્પષ્ટતા કરવામાં આવે.
16) દર વર્ષે જંગલમાંથી લાખો ટન ઘાસ કાપવામાં આવે છે તે સરકાર ગોડાઉનમાં ભરી રાખે છે 2 કે 3 વર્ષે તેનો નિકાલ કરી નાખે છે અત્યારે પણ લાખો ટન ઘાસ ભરેલા ગોડાઉન છે તે નેહળાઓમાં વસતા માલધારીઓને અને ખેડૂતોને તાત્કાલિક મફત આપવામાં આવે.
17) નેહડાઓમાં વસતા માલધારીઓને તાત્કાલિક તાડપત્રી આપવામાં આવે.
18) જે ખેડૂતોનો ઉનાળુ પાક વાવાઝોડાથી પણ બચી ગયો છે તેવા ખેડૂતોનો ઉભો પાક અત્યારે વીજળીના અભાવે સુકાઈ રહ્યો છે સરકાર તાત્કાલિક વીજળી આપે અથવા તો આ પાક નુકશાનીનું તાત્કાલિક વળતર આપે.

સરકાર કહે છે કે ફૂલ નહિ તો ફૂલની પાંખળી પણ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય આર્ટિફિશિયલ ફુલમાંથી આવતી ફોર્મ જેવી સહાય છે ખેડૂતોને જ્યારે પેઢીઓની નુકશાની છે ત્યારે સરકાર આકાશમાંથી પહેલા જમીન પર ઉતરે વાસ્તવિકતા જાણે ખેડૂતોની વેદના અને પીડા સમજે અને ખેડૂતોને થયેલ વાસ્તવિક નુકશાની સામે યોગ્ય વળતર મળે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની લાગણી અને માંગણી છે.

Related posts

માંડવી સાંસદનાં કાર્યાલય ખાતે કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો…

Surat Live News

ભાજપનો કાર્યકર એટલે સરકાર??? સોશ્યલ મિડીયામાં શાબ્દિક યુધ્ધ થી પોલીસ ફરિયાદ…

Surat Live News

સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી…

Surat Live News

ખોબા જેટલા કંટવાવ ગામમાં રોજ નું રોજ કમાઈને ખાવાવાળા ગરીબ પરિવારોએ કોરોના ના કેસો માં સતત વધારો થતાં ગામમાં આઠ દિવસનું કડક લોકડાઉન કર્યું તેમજ ગરીબ પરિવારોને આઠ દિવસ ચાલે તેટલી અનાજ ની કીટ નું વિતરણ કરવામા આવ્યુ.

Surat Live News

સાહુકાર સરકાર ના પાપે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો બેરોજગારી અને લોકડાઉનના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે – ડાયમંડ વર્કર યુનિયન…

Surat Live News

કલાકારોને સોશ્યલ ડિસ્ટન્સનું પાલનની ખાતરી આપી પ્રોગ્રામ માટે મંજુરી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું…

Surat Live News

Leave a Comment