June 13, 2021
અપરાધ ગુજરાત સુરત જ

સુરત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગોસ્વામી સમાજ વિરુધ્ધ સોશિયલ મિડીયામા અભદ્ર ભાષામાં અપશબ્દો બોલી અશોભનિય વાણીવિલાસ કરનાર ભરત ભરવાડ વિરુદ્ધ સુરતના જુદા જુદા કુલ ૯ ( નવ ) પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામા આવી…

મિડિયા પ્રતિનિધિ. – ગિરીશભાઈ બલદાણિયા,

હાદિઁકપુરી ગોસ્વામી -કોટામોઇ અને મહેશગીરી ગોસ્વામી
ની યાદી જણાવે છે કે,

તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી સમાજની ધામિઁક અને સામાજિક લાગણીઓ દુભાય તેવુ કૃત્ય કરવામા આવેલ.

જેના પડઘા સમગ્ર ગુજરાતમા પડ્યા હતા.અને વિવિધ જગ્યાએ તેમના પર ફરિયાદ દાખલ કરી કડક કાયઁવાહીની માંગ કરવામા આવી છે. જેના અનુસંધાને આજરોજ સુરત શ્રી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સુરતના જુદા જુદા કુલ નવ પોલીસ સ્ટેશનમાં જેમા કામરેજ, સરથાણા, પુણાગામ, વરાછા, અમરોલી, ચોકબજાર, સિંગણપોર, સલાબતપુરા અને ઓલપાડના પોલીસ સ્ટેશનમા ભરત ભરવાડ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી અને તેમના વિરુદ્ધ કડકમા કડક કાયઁવાહી કરવાની માંગ કરવામા આવી છે.

આ તકે શ્રી દશનામ ગોસ્વામી સમાજના યુવાનો અને વડિલો વિશેષ હાજર રહ્યા હતા.

Related posts

હોસ્પિટલમાં આગ કે બેદરકારી??? …. નેતાઓ ના મંતવ્યો…

Surat Live News

માંડવીમાં ચોર ઈસમ દ્વારા ભગવાનનાં મંદિરને પણ ન છોડાયું…

Surat Live News

માંડવીનાં અરેઠ ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું…

Surat Live News

વરાછાની સામાજિક સંસ્થાઓના સહયોગથી દરેક વોર્ડમાં ઓક્સિજન સાથેની આઈસોલેશન વ્યવસ્થામાં સક્રિય…

Surat Live News

સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ – દિનેશ નાવડીયા

Surat Live News

માંડવી નગર અને તાલુકામાં કોરોના સંક્રમણ વધતા કોવિડ સેન્ટર હાઉસફુલ…

Surat Live News

Leave a Comment