June 13, 2021
સુરત જ સ્થાનિક મુદ્દાઓ

કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં ગટરનાં પાણીનો બે દિવસે પણ નિકાલ ન લાવતા વ્યાપારીઓ વિફર્યા…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. 

કોમ્પ્લેક્ષની પાછળની સોસાયટીનો માર્ગ બંધ કરી દેતા પાલિકા તંત્ર દોડતું થયું.

કડોદરા નગર ખાતે બે દિવસ અગાઉ પડેલ વરસાદથી સરદાર કોમ્પ્લેક્ષમાં ભરાયેલ ગટરના પાણીનો બે દિવસ બાદ પણ નિકાલ ન કરતા તેમજ પાણીનાં નિકાલ માટે આપેલ પાઇપ લાઈન માંથી પાછળની સોસાયટીનું પાણી કોમ્પ્લેક્ષનાં વિસ્તારમાં પથરાય જતા તમામ પ્રજાજનોએ પાલિકા તંત્ર પર આક્રોશ ઠાલવ્યો હતો.


બે દિવસ સતત ગટારનાં પાણીનીઆ સમસ્યા યથાવત રહેતા આજરોજ સરદાર કોમ્પ્લેક્ષનાં વ્યાપારીઓ દ્વારા પાછળ સોસાયટીમાં જવાનો રસ્તો બંધ કર્યો હતો. જેને પગલે નગરપાલિકાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તેમજ કડોદરા અંડર પાસની કામગીરી કરાય રહી હતી ત્યારે ગટરની ઉપર જ રોડ બનાવી દેવાથી ગટર સાફ સફાઈ માટેની કુંડીઓ ઢાંકાઈ ગઈ હતી. જેથી સમગ્ર સમસ્યા ઉદ્ભવી હતી. ત્યારે ગણતરીના દિવસોમાં જ ચોમાસાના પડઘમ નગારા વાગી રહ્યા છે. ત્યારે કડોદરા નગરના રસ્તાઓ પાણીમાં ફેરવાય તો નવાઈ ન હોવાની ચર્ચા કડોદરનાં નગરજનોનાં મુખે ચર્ચાય રહી છે.

Related posts

માંડવી કાકરાપર જમણા કાંઠા નહેર ની બન્ને બાજુ સફાઈના અભાવે ખેડૂતો ચિંતાતૂર…

Surat Live News

વાડી ગામના ડેપ્યુટી સરપંચ એ કોરોના વેક્સિન નો બીજો ડોઝ લઇ ગ્રામ્યવિસ્તાર ના લોકો ને રસી મુકાવવા અનુરોધ કર્યો…

Surat Live News

સુરતના માંગરોળ તાલુકાના આસરમા ગામે આવેલ ફાર્મ હાઉસમાં બે પુરુષ અને એક રૂપલલના કઢંગી હાલતમાં પકડાતા પોલીસે અટક કરી…

Surat Live News

સુરત ના વેલંજા વિસ્તારના રોડની મુશ્કેલીઓથી જનતા ત્રાહિમામ, અનેક રજૂઆતો પણ કામગીરી નહિવત્…

Surat Live News

કોરોના સંક્રમણ અટકાવવા માંગરોળ તાલુકાના મોસાલી, માંગરોળ, વાંકલ, ઝંખવાવ ગામમાં વ્યાપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું…

Surat Live News

માંડવી સ્વૈચ્છીક બંધનાં પ્રથમ દિવસે પોલીસ દ્વારા ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયુ…

Surat Live News

Leave a Comment