June 13, 2021
રાજકારણ સુરત જ

કડોદરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ પેટીઓ મુકવામાં આવી…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. 

નગરનાં ૭ જેટલા વોર્ડમાં ૨ ફરિયાદ પેટી મુકીને લોકોની સમસ્યાનો નિકાલ લાવવાની પહેલ કરાય.

સુરત જિલ્લાના કડોદરા નગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક પહેલ કરવામાં આવી છે. લોકો પોતાની સમસ્યા લઈને નગર કચેરીઓ ખાતે જતા હોય છે. તો જો કોઈ અધિકારીઓ તેમજ હેદેદારો દ્વારા તેઓને ધક્કે ચડવામાં આવે તેમજ અન્ય નગરજનો ખુલ્લે આમ પોતાની સમસ્યા તેમજ જેતે વિસ્તારનાં અધિકારીઓની બેદરકારી તંત્ર સામે રજૂ કરતા અચકાતા હોય તો તેઓ માટે કડોદરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ પેટી તૈયાર કરવામાં આવી છે. જે ફરિયાદ પેટીમાં નગર જનો પોતે કોઈ તંત્રની બેદકારી તેમજ કોઈ સમસ્યાઓ આ ફરિયાદ પેટીમાં બે-ધડક નાખી શકશે. કડોદરા નગર આમ આદમી પાર્ટીનાં મહામંત્રી કેતન ભાઈ પટેલ તેમજ કડોદરા નગર આમ આદમી પાર્ટીના કમલેશ વાસફોડીયા સહિત અન્ય કાર્યકર્તાઓ સાથે કડોદરા નગરના ૭ જેટલા વોર્ડમાં અલગ અલગ ફરિયાદ પેટીઓ આજરોજ મુકી નગરજનોને તેના વિશે માહિતી આપવામાં આવી હતી. તમામ નગરજનો દ્વારા આપ પાર્ટીનાં કાર્યકર્તાઓની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Related posts

સુરત માં લાગ્યા નેતાઓને સરકારી સવલતો બચાવવાના બેનરો…

Surat Live News

માંડવી હાઇસ્કુલ ખાતે માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો…

Surat Live News

સુરત ના વાંકલ ગામે આયુર્વેદિક ઔષધિના ઉકાળા નું રાજકીય નેતાઓએ સેવન કરી લોકોને પ્રેરણા આપી…

Surat Live News

સુરત ના ઉમરપાડા તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા કોંગ્રેસે માંગ કરી કલેકટર ને રજુવાત કરી…

Surat Live News

સુરતમાં કોરોનાની ચેઈનને બ્રેક કરવા માટે શનિ–રવિ એમ બે દિવસના સ્વયંભૂ બંધ દ્વારા જનતા શિસ્ત કાર્યક્રમની અપીલ – દિનેશ નાવડીયા

Surat Live News

માંડવીનાં જામણકુવા ગામથી ૧૫ ફૂટ કૂવામાં પડેલ દીપડાને વનવિભાગ દ્વારા બહાર કઢાયો…

Surat Live News

Leave a Comment