June 13, 2021
દક્ષિણ ગુજરાત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં “તાઉતે” વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાગ મેળવતા કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા…

મિડિયા પ્રતિનિધિ. – દિપક પુરોહિત. 

તા. ૧૬ અને ૧૭ મે-૨૦૨૧ ના રોજ આવેલ “તાઉતે” વાવાઝોડા કારણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા થવા પામેલ નુકશાન અંગે વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા એ માંગરોળ તાલુકાના વહીવટી અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત સભ્યશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, માંગરોળ તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારો સાથે રૂબરૂ મુલાકાત અને તાલુકા પંચાયત સભાખંડમાં મીંટીંગ કરી જાત માહિતી મેળવી માંગરોળ તાલુકામાં આ વાવાઝોડાના કારણે ૫૮ જેટલા ગામોમાં કાચા મકાન ૦૧ ને સંપૂર્ણ નુકશાન, ૧૨૦ કાચા મકાનોનો અંસતઃ, ૦૨ પાકા મકાન સંપૂર્ણ નુકશાન તથા ૩૨૯ પાકા મકાનોને નુકશાન થયેલ હોવાના પ્રાથમિક માહિતી મળેલ છે.

વહીવટી તંત્ર દ્વારા મકાનોને થયેલ નુકશાન અંગે ૦૪ ટીમો સર્વેની કામગીરી કરે છે. ખેતીવાડી ક્ષેત્ર ૧૭ ગામોમાં ૫૨ ખેડુતના તલ, મગ, કેળ, આંબા(કેરી) ડાંગર જેવા પાકોમાં અંદાજીત ૭૦૨ હેકટર જમીનમાં નુકશાનનો પ્રાથમિક વિગતો મળેલ છે. ખેતીવાડીમાં પાકને નુકશાન અંગે ૦૪ ટીમો સર્વેની કામગીરી કરે છે. મંત્રીશ્રીએ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી સહાયનું ચુંકવણુ થાય તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચન કરેલ છે.

માંગરોળ તાલુકાના સૌથી વધુ પ્રભાવિત બોરસદ, ઉમેલાવ ગામની મુલાકાત મંત્રી ગણપતસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, પ્રાન્ત અધિકારીશ્રી ર્ડા.જનમ ઠાકોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

પલસાણા પોલીસ દ્વારા ઘરોમાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતા જનતામાં હાશકારો…

Surat Live News

માંડવીનાં તડકેશ્વર ખાતે એક સાથે ત્રણ મોટર સાયકલ વચ્ચે અકસ્માત…

Surat Live News

કડોદરથી કોકેઇન અને મેથા એમ્ફાટાઈનનાં જથ્થા સાથે એક નાઇઝેરીયન વ્યક્તિ ઝડપાયો…

Surat Live News

સુરતના માંગરોળ તાલુકાના આસરમા ગામે આવેલ ફાર્મ હાઉસમાં બે પુરુષ અને એક રૂપલલના કઢંગી હાલતમાં પકડાતા પોલીસે અટક કરી…

Surat Live News

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા બે વર્ષથી દારૂનાં ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લેવાયો…

Surat Live News

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા જુગાર રમતા ૭ આરોપીઓને ઝડપી પડાયા…

Surat Live News

Leave a Comment