June 13, 2021
સુરત સુરત જ સ્થાનિક મુદ્દાઓ

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા બારડોલી મામલતદારને આવેદન પત્ર અપાયું…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા. 

તૌકતે વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુક્શાનનું યોગ્ય વળતર આપવા રાજુવાત કરાય.

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીને રાજુવાત કરતું આવેદન પત્ર બારડોલી મામલતદારને આપવામાં આવ્યું. આપેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાંથી તૌકતે નામનું વાવાઝોડું પસાર થતા ખેડૂતોનાં કેળા, પપૈયા, ડાંગર, કેરી, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. ત્યારે ખેતી પેદાશને થયેલ નુકશાન વળતર બાબતે દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લાનાં ખેડૂતોની સતત અવગણના થઈ રહી છે. જે રીતે રાજ્યનાં અન્ય પ્રદેશોને નુકશાનનું વળતર ચુકાવવમાં આવે છે. જ્યારે સુરત જિલ્લાનાં પાકોને થયેલ નુકશાન સામે મજાક સમાન નહીંજેવુ વળતર આપી શરમાવવામાં આવે છે. તો યોગ્ય સર્વે કરી ખેડૂતોને વાસ્તવિક વળતર ચુકાવવમાં આવે તેમજ જ્યાં સુધી વળતરની રકમ નક્કી કરી ખેડૂતોનાં ખાતામાં જમા કરવામાં ન આવે ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને એક એકર દીઠ રૂ. ૧૦,૦૦૦ ની કેશડોલ તાત્કાલિક અસરથી જમા કરાવવામાં આવે જેથી ખેડૂત તેનાથી નવો પાક ઉભો કરવાનું કાર્ય કરી શકે તેવું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Related posts

સુરતના કોરોના વોરીયર ડૉક્ટર હવે પ્લાઝ્મા ડોનરમાં અગ્રેસર – ડૉ. રિતેશ શાહ….

Surat Live News

ભારે વરસાદથી કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં ગટરનું પાણી ઉભરાતા વ્યાપારીઓને હાલાકી…

Surat Live News

સુરતમાં ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના થતાં કુલ 7 નેતાઓ સંક્રમિત, એકને શંકાસ્પદ લક્ષણો…

Surat Live News

કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને લેડી સિંઘમ સુનિતાબેન યાદવ એ આપી શ્રધ્ધાંજલી…

Surat Live News

માંડવી હાઇસ્કુલ ખાતે માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો…

Surat Live News

રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સુરતના પ્રમુખ તરીકે જાગૃત યુવાન કેતન વાણિયા ની વરણી…

Surat Live News

Leave a Comment