June 13, 2021
રાજકારણ સુરત જ

માંડવી નગર પાલિકાની વિવિધ સમિતિઓની નિમણુંક કરાય…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા.

ગત પાંચ વર્ષ પાલિકાનાં માજી કારોબારી અધ્યક્ષની ગટર અને ભૂગર્ભ ચેરમેન તરીકે નિમણૂક.

માંડવી નગર પાલિકાની વિવિધ સમિતિઓની રચના માટે પાલિકા ભવનમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં સુરત જિલ્લા ભાજપ સંગઠન ના આગેવાનો અને ૨૩-બારડોલી લોકસભાનાં સાંસદ પ્રભુદાસ વસાવા સહિત નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી, માહામંત્રી પ્રીતેશ રાવળ ની ઉપસ્થિતિ માં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
નગર પાલિકાનાં પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ અને દંડક સહિત ના હોદેદારોની વરણી અગાઉ કરવામાં આવી હતી. જ્યારે અન્ય સમિતિનાં હોદેદારો ની વરણી કરવાની બાકી હોય જેને માટે આજરોજ નગર પાલિકા ભવનમાં વિવિધ સમિતિઓની રચના માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં બાંધકામ સમિતિના ચેરમેન આનંદભાઈ શાહ, ટી.પી. ચેરમેન નિમેશભાઈ શાહ, ધર્મેન્દ્રસિંહ મહિડા ને ગટર અને ભૂગર્ભ ચેરમેન, મીતાબેન શાહ ને સાંસ્કૃતિક સમિતિ ચેરમેન, ધર્મિષ્ઠાબેનને આરોગ્ય ચેરમેન, સંગીતાબેન સોનીને લાઈટ સમિતિ ચેરમેન, રજંનબેનને ગુમાસ્તા ધારા ચેરમેન, અલકાબેન લોઢાને આંકણી સમિતિ ચેરમેન, સંધ્યાબેનને સમાજ કલ્યાણ ચેરમેન તરીકે નિમણૂક સર્વનાં મતે થયું છે. નિમણૂંક થતાં દરેક સમિતિનાં ચેરમેનનોને સાંસદ પ્રભુભાઈ વસાવા એ અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

માંડવીમાં વ્યાપીરીઓનો દ્વારા આર્થિક નુકશાન ભોગવીને પણ બંધને સંપૂર્ણ સહકાર…

Surat Live News

માંડવીનાં સાદડી ગામ ખાતે જમીન બાબતે ઝગડો થતા ઘરનાં સભ્યને જ માર મરાયો…

Surat Live News

માંડવી તેજસ આંખની હોસ્પિટલને એક દાયકો પૂર્ણ થતા કોવિડ કેરનાં દર્દીઓનાં ભોજનની જવાબદારી ઉઠાવાય…

Surat Live News

માંડવીનાં વરેઠી ગામે અંગત અદાવત રાખી યુવકને માર મારતા યુવકનું મૃત્યુ…

Surat Live News

માંડવી પાલિકા પ્રમુખનાં હસ્તે વોટર એ.ટી.એમ. અને મોબાઈલ વોટર વાનનું લોકાર્પણ કરાયું…

Surat Live News

માંડવી અને માંગરોળ તાલુકાનાં અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં વાવાઝોડાથી ઘરોને નુકશાન…

Surat Live News

Leave a Comment