June 13, 2021
ગુજરાત રાજકારણ સુરત સુરત જ

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સુરતની મુલાકાતે, ખરા સુપર સ્પ્રેડરો તો ભાજપના જ નેતાઓ તેવો કટાક્ષ કર્યો…

ગઈકાલે તા. ૪-૫-૨૦૨૧ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ સુરતની સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત કરી હતી.

આ તકે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું- કે

> સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને દાખલ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા.

> સુરત શહેર અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરતી કરવામાં આવી નથી.

ગુજરાતની ઊભી થયેલી પરિસ્થિતિ માટે ભાજપની સરકારને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શનમાં લીંબડ જશ ખાટવાનો પ્રયાસ કર્યો છે. સી.આર. પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું. ખરા સુપર સ્પ્રેડરો તો ભાજપના જ નેતાઓ છે. આ સાથે મોતના આંકડા સરકાર છુપાવી રહી છે.

કોંગ્રેસના નેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયા બાદ પણ હજી સુધી વહિવટી તંત્ર યોગ્ય તૈયારી ન કર્યો હોવાને કારણે લોકોના મોત નિપજ્યા છે. ખૂબ દુખદ બાબત છે કે સુરત શહેરમાં અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી. અને તેથી રાજ્યના લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

દર્દીઓને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ.

સીઆર પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું. સીઆર પાટીલે લોકોની સેવા કરવી હોય તો તેમણે ઇન્જેક્શન જથ્થો લાવીને સિવિલ હોસ્પિટલમાં આપવાની જરૂર હતી. તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ જે આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે.

સરકારે નામદાર હાઈકોર્ટનું પણ ન માન્યું.

નામદાર હાઇકોર્ટ દ્વારા પણ વારંવાર રાજ્ય સરકારને ફટકારવામાં આવી હતી પરંતુ તેમણે નામદાર હાઈકોર્ટનું પણ માન રાખ્યું ન હોય તેઓ તેમના વ્યવહાર પરથી હું વ્યક્તિગત રીતે કહી શકું છું. નામદાર હાઈકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પણ યોગ્ય રીતે સરકાર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે. ભાજપના નેતાઓ જ સુપર સ્પ્રેડર છે. તેમના કારણે જ રાજ્યભરની અંદર મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ વ્યાપ વધ્યો છે એટલું જ નહીં ભાજપના ઇશારે વહીવટીતંત્ર પણ મોતના આંકડા છુપાવી રહી છે.

આ પ્રસંગે માજી કેન્દ્રીય મંત્રી શ્રી તુષારભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્યશ્રી આનંદભાઈ ચૌધરી, સુરતના માજી નેતા પ્રફુલભાઈ તોગડીયા, હસમુખભાઈ દેસાઈ, ફિરોઝભાઈ મલેક,અસલમ સાયકલવાલા, દર્શનભાઈ નાયક, નિલેશભાઈ કુંભાણી, કિરણ રાયકા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પોતાનું ઓક્સિજન માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર તબીબના જીવન મરણ વચ્ચે સારવારના ખર્ચ માટે મદદની પોકાર…

Surat Live News

સુરત શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓના જનસેવા/ઈ-ધરા કેન્દ્રો તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૩૦મી એપ્રિલ સુધી બંધ રહેશે…

Surat Live News

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા બારડોલી મામલતદારને આવેદન પત્ર અપાયું…

Surat Live News

સુરત ના વેલંજા વિસ્તારના રોડની મુશ્કેલીઓથી જનતા ત્રાહિમામ, અનેક રજૂઆતો પણ કામગીરી નહિવત્…

Surat Live News

આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર અને જિલ્લા દ્વારા સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ સાહેબને “રસીકરણ જાગૃતિ અભિયાન” બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

Surat Live News

સુરત ના માંગરોળ વાંકલ વનવિભાગે પાસ પરમીટ વગર ના જલાઉ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડયો…

Surat Live News

Leave a Comment