June 13, 2021
અપરાધ દક્ષિણ ગુજરાત

માંડવી પોલીસ દ્વારા તાલુકાનાં ખેતરોમાં ચીજો ચોરી કરતા ૨ ચોરોને ઝડપી પડાયા…

મિડિયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા

છેલ્લા કેટલા દિવસથી ચોરીઓ થતી હોવાથી પી.એસ.આઈ. દ્વારા ટીમ બનાવી ચેકીંગ કરાયું.

માંડવી તાલુકામાં કેટલા દિવસોથી ચોર ઈસમો દ્વારા ગામતળાવ, તરસાડા, વાઘનેરા, ખેડપૂર જેવા ગામો ખાતે રાત્રી દરમ્યાન ખેતરો માંથી મોટર, તાંબાનાં તાર વાળા કેબલ વાયર તો અન્ય જરૂરી ચીજ વસ્તુઓ ચોરી કરવામાં આવી રહી છે. વારંવાર ફરિયાદ આવતા માંડવી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં માંડવી નગરનાં છેવાડે આવેલ ખેડપૂર ગામમાં હિરેનભાઈ નરેશભાઈ ચૌધરી નાં ખેતર માંથી તાંબાનાં તાર વાળો કેબલ વાયર ચોરાય ગયો હતો. જેના બે આરોપી રાજુ મુનશી કુશવાહ અને મનોજ સૂકા રાઠોડ (બંને રહે. કડોદ) ને માંડવી પોલીસ દ્વારા ગણતરીનાં કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યા હતા.

Related posts

બે દિવસ અગાઉ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા ધોરણ 10 માં અભ્યાસ કરતા યુવકનું સુરત ખાતે સારવાર દરમિયાન આખરે મોત નીપજ્યું…

Surat Live News

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin

માંડવીનાં ઉમરસાડી ચાર રસ્તાથી ૧૦૦ લીટર દેશી દારૂ લઈ જતા બે ઈસમો ઝડપાયા…

Surat Live News

વરંવાર સરકારમાં રજુઆતો કરી છતાં પણ સમસ્યાઓ તેની તેમજ, પરિણામ શૂન્ય…

Surat Live News

ઉમરપાડા ના શરદા ગામે ખેતરમાં તૂટી પડેલ જીવંત વીજ વાયર પર પગ પડતા ૬ વર્ષની બાળકીનું કરુણ મોત…

Surat Live News

એક સપ્તાહનાં વિરામ બાદ માંડવી નગરનાં તમામ દ્વાર ખુલ્લા મુકાયા…

Surat Live News

Leave a Comment