June 13, 2021
અપરાધ દક્ષિણ ગુજરાત ધાર્મિક

માંડવીમાં ચોર ઈસમ દ્વારા ભગવાનનાં મંદિરને પણ ન છોડાયું…

માંડવી મિડીયા પ્રતિનિધિ. – ધીરેન્દ્રસિંહ આણિતીયા

મંદિરમાં કોઈ ન હોતા દાનપેટીનું તાળું તોડી ભક્તોનાં ચઢાવા પર પણ હાથ સાફ કરાયો.

માંડવીમાં ચોર ઈસમ દ્વારા માનવતાની તમામ હદો પાર કરતા ભગવાનનાં મંદિરને પણ ન છોડાયું. મંદિરમાં કોઈ ન હોતા દાનપેટીનું તાળું તોડી ભક્તો દ્વારા ભગવાનને ચઢાવાયેલ ચઢાવા પર પણ હાથ સાફ કરાયો.
પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરમાં આવેલ સાંઈ મંદિર ખાતે તેનાં પૂજારી દીપકભાઈ વરસાડે (ઉં.વ. ૪૨) સવારે ૦૭:૦૦ કલાકે મંદિર ખોલી પોતાનાં ઘરે ગયા હતા અને ૧૧:૦૦ કલાકે પરત આવ્યા ત્યારે મંદિરની દાનપેટીનું તાળું તૂટેલું હતું. તેમાં જોતા ભક્તો દ્વારા દાનપેટીમાં નાખવામાં આવેલ રોકડ રકમ ગાયબ હતી. આજુબાજુનાં વિસ્તારમાં તપાસ કરતા આ બનાવ વિશે કોઈ માહિતી ન મળતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related posts

પલસાણા મામલતદાર દ્વારા એક સપ્તાહમાં બીજીવાર બાયોડિઝલ માફિયાને દબોચાયા…

Surat Live News

વૈશાખ સુદ – ૧૪ ને મંગળવાર , તારીખ ૨૫/૦૫/૨૦૨૧ ના રોજ ભગવાન નૃસિંહ ના પ્રાગટ્ય વિશે જાણીએ…

Surat Live News

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

માંડવીનાં વાદેશીયા ગામ ખાતે ગામની ટિમો બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું…

Surat Live News

ડાયમંડ ના કારખાના સાવચેતી સાથે ચાલું રાખવા ડાયમંડ વર્કર યુનિયન ની અપીલ…

Surat Live News

માંડવી સ્વૈચ્છીક બંધનાં પ્રથમ દિવસે પોલીસ દ્વારા ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરાયુ…

Surat Live News

Leave a Comment