June 13, 2021
ગુજરાત બિઝનેસ સુરત સ્થાનિક મુદ્દાઓ

હીરાઉધોગ ને બંધ રાખવા મા આવે તો રત્નકલાકારો ના પગાર બાબતે વિચાર કરવા ડાયમંડ વર્કર યુનિયન ની રજુઆત…

ડાયમંડ વર્કર યુનિયન પ્રમુખ,

રમેશભાઈ જીલરીયા વતી…

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કેસો સતત વધી રહ્યા છે અને ગુજરાત સહિત આખો દેશ આજે કોરોના વાયરસ ની મહામારી સામે લડી રહ્યો છે.

ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકાર ને એવુ સૂચન કરવા મા આવેલ છે કે ત્રણ ચાર દિવસ નુ લોકડાઉન જાહેર કરવા બાબતે સરકાર વિચાર કરે.

આજરોજ સુરત પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રી એ પણ કોરોના વાયરસ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાતો કરી કોરોના ને કાબુ મા કરવા માટે ના દિશા નિર્દેશો આપ્યા હતા અને કહ્યું હતું કે હાઇકોર્ટ ના સૂચન ઉપર સરકાર વિચાર કરશે.

ત્યારે હીરાઉધોગ ની વાત કરીએ તો સરકારે જે પહેલુ લોકડાઉન જાહેર કર્યું ત્યારે અમારા રત્નકલાકારો એ ભારે હાલાકી ભોગવી હતી કેમ કે એક તરફ સરકાર ના પરિપત્ર મુજબ કામદારો ને લોકડાઉન નો પગાર મળ્યો નહોતો તો બીજી તરફ સરકારશ્રી દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ આર્થિક સહાય કે મદદ જાહેર કરવા મા આવી નહોતી જેના કારણે હીરાઉધોગ ના રત્નકલાકારો રામ ભરોસે રહ્યા હતા.

ત્યારે ફરીવાર લોકડાઉન ની શકયતા છે માટે આ વખતે જો લોકડાઉન કરવા ની જરૂરિયાત ઉભી થાય તો હીરાઉધોગ ના રત્નકલાકારો ની પહેલા યોગ્ય વ્યવસ્થા કરજો જેટલા દિવસ કારખાના બંધ રહે એટલા દિવસ નો પગાર રત્નકલાકારો ને મળવો જોઈએ કેમ કે અત્યારે રત્નકલાકારો ભારે આર્થિક કટોકટી નો સામનો કરી રહ્યા છે અને ગયા લોકડાઉન મા બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે અમારા અસંખ્ય રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે માટે પહેલા રત્નકલાકારો ની યોગ્ય વ્યવસ્થા કરજો અને પછી લોકડાઉન કરજો એવી અમારી માંગણી છે.

અમને એવી પણ આશંકા છે કે જો લોકડાઉન લગાવવા મા આવશે તો સુરત માંથી મોટા પ્રમાણ મા કામદારો હિજરત કરશે ગયા લોકડાઉન મા હિજરત કરી ગયેલા અંદાજે બે લાખ લોકો આજે પણ પાછા ફર્યા નથી ત્યારે હવે જો કામદારો હિજરત કરશે તો તેને પાછા લાવવા ખૂબ મુશ્કેલ પડશે જેનો સીધો નુકશાન હીરાઉધોગ ને થશે એવી અમને આશંકા છે.

હીરાઉધોગ ને બંધ રાખવા મા આવે તો રત્નકલાકારો ના પગાર બાબતે વિચાર કરજો અને કામદારો ની સમસ્યાઓ બાબતે શ્રમ વિભાગ ના અધિકારીઓ (ડેપ્યુટી લેબર કમિશનર અને નાયબ નિયામકશ્રી ઔધોગિક સલામતી અને સુરક્ષા)ને વિશેષ સતા ઓ આપવા મા આવે એવી અમારી માંગણી છે જેથી તે કામદારો ની સમસ્યાઓ ત્વરિત ઉકેલી શકે.

હીરાઉધોગ ના રત્નકલાકારો છેલ્લા ઘણા સમય થી બેરોજગારી અને આર્થિકતંગી સહિત ની અનેક સમસ્યાઓ થી પીડાય રહ્યા છે ત્યારે જો પગાર આપ્યા વગર કારખાના બંધ રાખવા મા આવશે તો રત્નકલાકારો પાયમાલ થઈ જશે જેની નોંધ લેશો.

Related posts

સુરત શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજાઈ ગઈ…

Surat Live News

સુરત નું રાજકારણ ચરમસીમાએ, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીનો ખુલ્લી ડીબેટ ચેલેન્જ સ્વીકારતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રવક્તા યોગેશ જાદવાણી…

Surat Live News

હોસ્પિટલમાં આગ કે બેદરકારી??? …. નેતાઓ ના મંતવ્યો…

Surat Live News

કોલેજોએ પ્રવેશ બાબતે ગેરરીતિ સામે કાર્યવાહી કરવામાં આવે નહીં તો ગાંધી ચીંધ્યા માર્ગે NSUI ની આંદોલનની ચીમકી…

Surat Live News

સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી…

Surat Live News

ભારે વરસાદથી કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં ગટરનું પાણી ઉભરાતા વ્યાપારીઓને હાલાકી…

Surat Live News

Leave a Comment