June 13, 2021
દક્ષિણ ગુજરાત મનોરંજન સુરત

સુરતીઓને સોશ્યલ મિડીયા પર ફેમસ થવાના અભરખા??? યુવક-યુવતીએ ચાલુ બાઇકે કર્યાં જોખમી સ્ટંટ…

આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો બનાવ્યો અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત કંઈક નવું કરવાની લ્હાયમાં કે મિત્રો વચ્ચે રોલો પાડવા માટે આવું કામ કરી બેસતા હોય છે, જે તેમના માટે જોખમી સાબિત થાય છે. ખાસ કરીને બાઈક પર સ્ટંટ કરવાની જાણે કે ફેશન આવી હોય તેમ નવાં નવાં વીડિયો સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા જ એક યુવતીનો બાઇક પર સ્ટન્ટ કરતો વીડિયો સામે આવ્યો હતો. હવે સુરતમાં વધુ એક બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવક અને યુવતી ચાલુ બાઇકે ખુલ્લમ ખુલ્લો પ્રેમ કરી રહ્યા છે. આ વીડિયો સુરતના પાલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થતા જ આવા જોખમી સ્ટન્ટ કરનાર યુવક-યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે હજુ એક દિવસ પહેલા જ બારડોલીની યુવતીએ બાઇક પર સ્ટંટ કરીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં વિવાદ સર્જાયો હતો. આવા સ્ટન્ટ બદલ યુવતીને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. આ બધા વચ્ચે સુરતમાં વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં યુવક અને યુવતી બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈક દરમિયાન આગળ એટલે કે બાઇકની ટાંકી પર આવી જાય છે. જે બાદમાં બંને જાહેરમાં જ ન કરવાની હરકતો કરવા લાગે છે. આ સ્ટન્ટથી બંનેનો જીવ જોખમમાં મૂકાવાની શક્યતા રહેલી હતી.
આજકાલ દેખાદેખીમાં આવા વીડિયો બની રહ્યાનું લોકોનું માનવું છે. આવા સ્ટન્ટ કરીને જે તે વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકવાની સાથે સાથે રસ્તેથી પસાર થતા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકે છે. ક્યારેક આવા બનાવોમાં જીવ પણ જતો હોય છે. પોલીસ આવા લોકોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

પ્રિન્સીનો વીડિયો થયો હતો વાયરલ.
સુરત ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને છૂટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ યુવતી બોરડોલીની પ્રિન્સી છે. પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.28 લાખ ફોલોઅર્સ છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ કૉલેજીયન યુવતીની અટકાયત કરી હતી. રાઇડિંગની શોખીન એવી પ્રિન્સીએ ઇન્સ્ટાગ્રામ પર 500થી વધુ પોસ્ટ અપલોડ કરી છે. જેમાં મહત્તમ પોસ્ટ બાઇક રાઇડિંગની છે.

પ્રિન્સીનો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તેણીએ માસ્ક પણ પહેર્યું નથી. પોલીસ કંટ્રોલ રૂમને આ વીડિયો મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ બારડોલીની આ યુવતીને પકડી પાડીને જેલમાં ઘકેલી હતી. જોકે, થોડા સમય બાદ તે જામીન પર મુક્ત થઈ હતી.

પોલીસ કંટ્રોલ રૂમને આ વીડિયો મળતા પોલીસે બાઇકના રજીસ્ટ્રેશન નં. જીજે-22 એલ-9378ના આધારે તપાસ હાથ ધરી હતી. જે બાદમાં પોલીસ તેના માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી સુધી પહોંચ્યા હતા. જે બાદ તેમનો સંપર્ક કરતા ખબર પડી હતી કે, મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આપી હતી. યુવતીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણી બારડોલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

Related posts

માંડવી પાલિકા દ્વારા એક સપ્તાહમાં વીસ હજાર જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો…

Surat Live News

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભરાતા હાટ બજાર આજરોજ બહારગામથી આવતા વેપારીઓ માટે કોરોના નું સંક્રમણ વધતું હોવાને કારણે બંધ રાખવા નો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો…

Surat Live News

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સુરતની મુલાકાતે, ખરા સુપર સ્પ્રેડરો તો ભાજપના જ નેતાઓ તેવો કટાક્ષ કર્યો…

Surat Live News

કોરોના વોરિયર ડોક્ટરનું માત્ર 34 વર્ષની ઉંમરે મોત, કોરોનાના દર્દીઓની સેવા કરતાં કરતાં મોતને ભેટ્યા

Surat Live News

લ્યો બોલો, ત્રણ દિવસમાં રો-રો ફેરીની હવા નીકળી ગઈ, ટેકનિકલ સમસ્યાને કારણે હજીરા-ઘોઘા રો-રો ફેરી 2-3 દિવસ બંધ રહેશે…

Surat Live News

સુરત જીલ્લાના એક પછી એક માર્કેટ બંધ, માંગરોળ તાલુકા માં કોરોના સંક્રમણ અટકાવવા હાટ બજારો બંધ કરવાનો નિર્ણય થયો…

Surat Live News

Leave a Comment