June 13, 2021
અપરાધ ગુજરાત સુરત

વ્યાજખોરોના ત્રાસથી કરેલા આપઘાતથી ઘેરા પ્રત્યાઘાતથી આવેદનપત્ર આપીને સખત કાર્યવાહી કરવા માંગ…

સુરત ખાતે વ્યાજંવાદી ઓ ના ત્રાસ ના કારણે આપઘાત કરનાર પરસોત્તમભાઈ ધનજીભાઈ ભારદ્વાજ ના આરોપી ઓ ને પકડી કડક સજા કરવા માંગ કરવામાં આવી છે.

સુરત ખાતે ગત તારીખ:19/09/2020 ના રોજ રમેશ રબારી અને દીનેશ રબારીના ત્રાસ ના કારણે પરસોત્તમ ભાઈ એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતુ.

સ્યુસાઈડ નોટ મા બંને આરોપીઓના નામ છે તેમ છતાં આરોપીઓ હજી પોલીસ ની પકડ થી દુર છે. પોતાના વિસ્તાર મા આરોપી ઓ ની એવી ધાક છે કે તેના વિરુદ્ધ કોઈ આગળ આવવા તૈયાર નથી અને ભોગ બનનાર પરિવાર આરોપી ઓ ના નામ થી થરથર કાપી રહ્યા છે આરોપી ઓ પોતાને મન પોલીસથી પણ વધારે પાવરફુલ હોઈ તેમ ધમકી ઓ આપતા હતા કે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ અમારુ કઈ બગાડી નહી શકે તમારા થી જે થાય તે કરી લેવુ ત્યાર પછી જ સ્વ. પરસોત્તમભાઈ એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું.

ત્યારે એની અસર સમગ્ર ગુજરાતમાં પડી છે આજ રાજકોટ”અને જુનાગઢ” ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન ગુજરાત દ્વારા કલેકટર શ્રી ના મારફતે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે અમારા સમાજ ના સ્વ પરસોતમભાઈ ધનજીભાઈ ભારદ્વાજ ને આપઘાત કરવા મજબૂર કરનાર અસામાજિક તત્વો ને તાત્કાલિક ઝડપી પાડી ને જેલ સળિયા પાછળ ધકેલવા મા આવે અને ભોગ બનનાર પરિવાર ને તાત્કાલિક ન્યાય મળે એ માટે ઉચ્ચકક્ષા ની પોલીસ તપાસ કરવા મા આવે એવી માંગ કરવામાં આવી છે.

આરોપી ઓ બહુ પૈસાદાર અને વગદાર હોવાથી પોતાની રાજકીય વગ ના જોરે આરોપીઓ પોલીસ તપાસ ને પ્રભાવિત કરી છે એવી અમને આશંકા છે.

અમને શંકા છે કે આરાપીઓ હજી પણ ભોગ બનનાર પરિવાર ને હેરાન કરશે માટે તેમને કાયદા નુ ભાન કરાવો અને દરેક સમાજ નો નાના મા નાનો માણસ પણ સ્વમાન અને સન્માન પૂર્વક જીવી શકે એ માટે કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થા ને મજબૂત કરવા અને આવનારા દિવસોમાં આવો ભોગ ના તે માટે દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે જો વહેલાં માં વહેલી તકે આરોપી ને પકડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગુજરાત ના તમામ જીલ્લાઓમાં આવેદનપત્ર અને સમાજના ના તમામ સંગઠનો ભેગા મળી આનો વિરોધ કરવામાં આવશે.

Related posts

સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમવર્ગમાં તાલીમ વિના જ સ્કોલરશીપ આપવાનો આરોપ ધારાસભ્ય છોટુભાઈ વસાવા…

Surat Live News

સાહુકાર સરકાર ના પાપે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો બેરોજગારી અને લોકડાઉનના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે – ડાયમંડ વર્કર યુનિયન…

Surat Live News

બારડોલીમાં કોરોનાથી જીવ ગુમાવનારાની અંત્યેષ્ઠી માટે યુવકોની પહેલ…

Surat Live News

ડાયમંડ ના કારખાના સાવચેતી સાથે ચાલું રાખવા ડાયમંડ વર્કર યુનિયન ની અપીલ…

Surat Live News

કોરોના દર્દીઓની સારવાર કરતા મૃત્યૃ પામેલા હેડ નર્સના પરિજનોને 50 લાખની સહાય…

Surat Live News

વાંકલ હાઈસ્કૂલમાં ધનવંતરી રથ દ્વારા શિક્ષકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા…

Surat Live News

Leave a Comment