June 13, 2021
અપરાધ સુરત

હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી જાહેરમાં હુમલાનો પ્રયાસ કરતાં ચકચાર…

સુરત શહેરમાં લુખ્ખા તત્વો જાણે બેફામ બની ગયા હોય અને પોલીસનો ડર ન હોય તેવો માહોલ સર્જાયો છે. સામાન્ય માણસ તો ઠીક પરંતુ હવે આવા તત્વોની લુખ્ખાગીરીનો ભોગ પોલીસ અને ટ્રાફિકના જવાનો પણ બન્યા છે. સુરત શહેરમાં બુધવારે રાત્રે ઘટેલી ઘટનાનો એક વીડિયો આવતા ચકચાર મચી ગઈ છે. ડીંડોલી વિસ્તારમાં એક મોપેડ સવાર ત્રણ વ્યક્તિ જઈ રહ્યા હતા. દરમિયાન તેમનું મોપેડ સ્લીપ થતા TRB જવાન દોડી ગયા હતા ત્યારે તે પૈકીના એક વ્યક્તિએ છરો કાઢીને જવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરતના આ બહાદુર જવાનો ડર્યા વગર ડંડા લઈને તેમની પાછળ દોડ્યા હતા. ઘટનાનો લાઈવ ફિલ્માવાયેલો વીડિયો સામે આવ્યો છે.

સુરત શહેરના  ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ નજીક ટીઆરબી જવાન  પર છરા વડે હુમલાનો પ્રયાસનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ બાબતે ટ્રાફિક PSI વી વી ત્રિપાઠી એ જણાવ્યું હતું કે ઘટના બુધવારની મોડી સાંજ ની હતી અને મોપેડ સવાર ત્રણ જણા અકસ્માતે સ્લીપ  ગયા બાદ પડી ગયા હતા. જેને લઈ પોલીસ સ્ટાફ દોડી ને બચાવ કામગીરી માટે ગયો હતો.

Related posts

વ્યાજખોરોના ત્રાસથી કરેલા આપઘાતથી ઘેરા પ્રત્યાઘાતથી આવેદનપત્ર આપીને સખત કાર્યવાહી કરવા માંગ…

Surat Live News

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

સાહુકાર સરકાર ના પાપે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો બેરોજગારી અને લોકડાઉનના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે – ડાયમંડ વર્કર યુનિયન…

Surat Live News

સુરત જીલ્લાના કોસાડી ગામના ગૌમાંસ ગુનાનો વોન્ટેડ આરોપી સલીમ સુલેમાન ભીખુ ની પોલીસે અટકાયત કરી

Surat Live News

કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને લેડી સિંઘમ સુનિતાબેન યાદવ એ આપી શ્રધ્ધાંજલી…

Surat Live News

US summons Chinese envoy over Beijing’s coronavirus comments

Admin

Leave a Comment