June 13, 2021
દુનિયા

વિશ્વની કોરોનાની પહેલી રસી આવતી કાલે થશે રજીસ્ટર્ડ, રશિયા અગ્રેસર…

મોસ્કોઃ કોરોનાની રસી બનાવવાની હોડમાં 160 દેશો સામેલ છે તેમાં રશિયા મોખરે પહોંચી ગયું છે અને 12 ઓગસ્ટે તે કોરોનાની રસી ધરાવનારો પ્રથમ દેશ બનશે. આ રસી રશિયાના ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર અને રશિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ ચાલુ છે.

આ રસીને રજિસ્ટર્ડ કરવા માટે તમામ તૈયારી થઇ ચૂકી છે તે અનુસાર તેને બારમી ઓગસ્ટે રજિસ્ટર કરવામાં આવશે. જેના પગલે રશિયા કોરોના મહામારી સામે લડવા માટે રસી વિકસાવનારો પ્રથમ દેશ બની જશે.

રશિયા સરકારે દાવો કર્યો છે કે, સપ્ટેમ્બરમાં તેનું માસ-પ્રોડક્શન શરૂ થશે અને ઓક્ટોબરથી દેશભરમાં રસીકરણ શરૂ કરવામાં આવશે.

રશિયાની કોરોના રસીમાં ચેપ લાગેલા પ્રોટીનને કોરોના વાઇરસ સાથે માનવશરીરમાં દાખલ કરી રોગપ્રતિકારક પ્રતિભાવ પેદાં કરવામાં આવશે. રસીની સલામતિ અને અસરકારકતા બાબતે થઇ રહેલી અટકળોનો જવાબ આપતાં ગામાલેયા રિસર્ચ સેન્ટરના ડાયરેકટર એલેક્ઝાન્ડર જિન્ટસબર્ગે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના વિષાણુઓ શરીરને નુકશાન પહોંચાડી શકે તેમ નથી કેમ કે તેમની સંખ્યા વધતી નથી.

રશિયાની આ કોરોના રસીને અન્ના પાપોવા નામની વોચડોગ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પણ નિષ્ણાતોએ જે રીતે રસી વિકસાવવા માટે ફાસ્ટ ટ્રેક અભિગમ અપનાવવામાં આવ્યો છે તેની ટીકા કરી છે.

રસી લાવવાની ઉતાવળમાં છે રશિયા…

વિશ્વના વૈજ્ઞાનિકોને ચિંતા છે કે ક્યાંક પ્રથમ આવવાની હોડમાં કંઈક ઉંધું ન થાય. રશિયાના દાવાને સમર્થન આપનાર હજુ સીધી એક પણ વૈજ્ઞાનિક પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. મોસ્કો સ્પૂતનિક (ધરતીનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ)ની જેમ જ પ્રચારિત જીત મેળવવાનું વિચારી રહ્યું છે જે વિશ્વના પ્રથમ ઉપગ્રહણના 1957માં સોવિયત સંઘના પ્રક્ષેપણની યાદ અપાવે.

બીજી બાજુ રશિયાનૈ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસી ટૂંકમાં જ તૈયાર કરી લેવામાં આવી, કારણ કે આ પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે. આ દૃષ્ટિકોણ અનેક અન્ય દેશો અને કંપનીઓનો છે. રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયા સૈનિકોએ હ્યૂમન ટ્રાયલમાં વોલન્ટિયર્સ તરીકે કામ કર્યું છે. દાવો છે કે પ્રોજેક્ટના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગ ખુદે આ રસી લીધી છે.

Related posts

૩૧ મેં ના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા World No Tobacco Day છે, જે અન્વયે પુર્વ સંધ્યાએ “વ્યસન મુક્તિ, સક્ષમ સમાજ અને સક્ષમ રાષ્ટ્ર” ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ વેબીનારનું આયોજન…

Surat Live News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin

Govt notifies Covid-19 as disaster; announces Rs 4 lakh ex-gratia for deaths

Admin

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin

Leave a Comment